મુંબઈ: આખી દુનિયાને હચમચાવી નાખનારા 26/11 મુંબઈ હુમલાને લઈને મોટો ખુલાસો થયો છે. આ ખુલાસો હુમલાના દોષિત અજમલ આમિર કસાબ અંગે થયો છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર રાકેશ મારિયાએ પોતાના પુસ્તક 'લેટ મી સે ઈટ નાઓ (Let me say it now)' માં લખ્યું છે કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગને કસાબને મારવાની સોપારી મળી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI મુંબઈ હુમલાના તમામ આતંકીઓને હિન્દુ સાબિત કરવા માંગતી હતી. પુસ્તકમાં દાવો કરાયો છે કે કસાબની પાસે એક નકલી આઈકાર્ડ પણ મળી આવ્યું હતું. જેના પર સમીર ચૌધરી લખેલુ હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાષ્ટ્રમાં ઉકળતો ચરુ? શિવસેના-એનસીપી અને કોંગ્રેસ આ મુદ્દે આમને સામને


કસાબ જીવતો પકડાતા ફેલ ગયું ષડયંત્ર
મારિયાના દાવા મુજબ 26 નવેમ્બર 2008ના રોજ મુંબઈ હુમલામાં સામેલ પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ આમિર કસાબ જો ઘટનાસ્થળે જ માર્યો ગયો હોત તો આજે દુનિયા કદાચ આ ઘટનાને હિન્દુ આતંકવાદ માની બેઠી હોત. 26/11ના હુમલાને ISIની છત્રછાયામાં અંજામ આપનાર પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર એ તૈયબાએ ભારતના જ હિન્દુઓ તરફથી કરવામાં આવેલા આતંકી હુમલાનું સ્વરૂપ આપવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. આ માટે કસાબના કાંડા પર હિન્દુઓનો પવિત્ર દોરો પણ બાંધવામાં આવ્યો હતો. ઓળખ પત્ર પણ બેંગ્લુરુના રહિશ તરીકે સમીર દિનેશ ચૌધરી અપાયું હતું. આ ષડયંત્રમાં દાઉદ ઈબ્રાહિમ ગેંગની મિલીભગત હતી.


પુસ્તકમાં જણાવાયું છે કે જો આ પ્લાન સફળ થઈ ગયો હોત તો તમામ અખબારો અને ટીવી ચેનલો પર હિન્દુ આતંકવાદના હેડિંગ જોવા મળત. તેમણે લખ્યું કે ત્યારે અખબારોમાં હેડલાઈન હોત કે કેવી રીતે હિન્દુ આતંકવાદીઓએ મુંબઈ પર હુમલો કર્યો. પરંતુ કસાબ જીવતો પકડાઈ જતા પ્લાન પર પાણી ફરી વળ્યું. અત્રે જણાવવાનું કે મારિયાના પુસ્તક પહેલા આવેલા અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે મુંબઈ હુમલાઓમાં સામેલ આતંકીઓ પાસેથી હૈદરાબાદના અરુણોદય કોલેજના આઈડી કાર્ડ્સ મળ્યાં હતાં. 


જામિયા હિંસામાં 18 લોકો સામે ચાર્જશીટ દાખલ, શરજીલ ઈમામ પર  લાગ્યો આ આરોપ


રાકેશ મારિયાએ પોતાના પુસ્તક  'Let Me Say It Now' માં કહ્યું છે કે 2015માં શીના બોરાની હત્યાની તપાસની શરૂઆતમાં જોઈન્ટ કમિશનર લો એન્ડ ઓર્ડર દેવેન ભારતીએ તેમને અંધારામાં રાખ્યા અને એ ખુલાસો પણ ક્યારેય કર્યો નહતો કે પીટર મુખરજીને તેઓ જાણતા હતાં. પુસ્તકમાં રાકેશે આ ઘટના અંગે જણાવતા કહ્યું કે તેમણે પીટરને સવાલ કર્યો કે જ્યારે 2012માં શીના અચાનક ગાયબ થઈ તે તેમને ખબર પડી તો તેમણે કેમ કશું કર્યું નહીં, ત્યારે તેમણે કહ્યું કે સર મે દેવેનને જણાવ્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...